કોરોના રસીની ટ્રાયલ ક્યાં પંહોચી ? જાણો આ પ્લેટફોર્મથી.

આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કોવિડ19ની ક્લિનિકલ ટ્રાયલની સ્થિતિ શું છે તે જાણવા માટેના ઓનલાઈન પોર્ટલને લોન્ચ કર્યુ છે. આ પોર્ટલ પર દેશમાં થઈ રહેલ કોરોના રસીના ટ્રાયલ અને તે કયા સ્ટેજ પર છે તેની માહિતી મળશે.

કોરોનાની રસીના ક્લિનિકલ સ્ટેજને લાઈવ ટ્રેક કરવા માટેના CSIRના આ પોર્ટલને CuRED નામ અપાયુ છે. આ એક પ્રકારની એવી વેબસાઈટ છે જેના પર દેશમાં બની રહેલી કોરોનાની રસી, તેની દવા, તે કયા સ્ટેજ પર છે તેની માહિતી મળશે. આ સાથે જ તમે આ વેબસાઈટ પર કેટલી કંપનીઓ કોરોના રસી બનાવી રહી જેવી બીજી પણ માહિતી પણ જાણી શકશો. આ પોર્ટલથી દેશભરમાં થઈ રહેલી કોવિડ-19ની ક્લિનિકલ ટ્રાયલને લાઈવ ટ્રેક કરી શકાશે. 

આ પોર્ટલને CSIRના સહયોગથી બનાવાઈ છે. આ પોર્ટલના શુભારંભ પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી CSIR ના વૈજ્ઞાનિકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.  આ પોર્ટલનુ એડ્રેસ www.iiim.res.in/cured/ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *