WhatsApp લાવશે ફરી કંઈક નવું જે જાણી લેવું મઝાનું છે.

વિશ્વની સૌથી મોટી મેસેજિંગ એપ્લિકેશન, WhatsApp તેના પ્લેટફોર્મ પર ઘણી નવી સુવિધાઓ ઉમેરી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, મ્યૂટ બટન, નવું સ્ટોરેજ વપરાશ અને કેટલોગ શોર્ટકટ જેવી સુવિધાઓ વિશે સાંભળ્યું છે. હવે એવી કેટલીક નવી સુવિધાઓ આવી છે જે ટૂંક સમયમાં WhatsApp પર આવી રહી છે. WABetaInfo ના એક અહેવાલ મુજબ, WhatsApp તેની એન્ડ્રોઇડ એપ્લિકેશન માટે એક નવું એનિમેટેડ સ્ટીકર રજૂ કરી રહ્યું છે.

આ સ્ટીકર પેકનું નામ બેબી શાર્ક છે, જેનું કદ 4.4 એમબી હશે. નવા સ્ટીકર પેક ઉપરાંત, એપમાં ટૂંક સમયમાં સ્ટીકર સર્ચ સુવિધા પણ આપવામાં આવશે. આ સુવિધા દ્વારા  WhatsApp વપરાશકર્તાઓ, એપ્લિકેશનમાં સ્ટીકરો શોધવા માટેની સુવિધા મેળવશે, જેમ કે તેઓ જીઆઇએફ ફાઇલોને શોધવામાં સક્ષમ બનશે.

રિપોર્ટ અનુસાર, વોટ્સએપે પસંદગીના વપરાશકર્તાઓ માટે આ સુવિધા રજૂ કરી છે. જેને પણ આ સુવિધા મળે છે, તેમની એપ્લિકેશનના સ્ટીકર વિકલ્પમાં એક નવું સર્ચ આયકન દેખાશે. ધીરે ધીરે આ સુવિધા બધા વપરાશકર્તાઓ સુધી પહોંચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *