17 ઓક્ટોબર 20થી અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ ડબલડેકર એસી સ્પેશિયલ ટ્રેન ચાલશે.

પશ્ચિમ રેલવે દ્વારા આગામી તહેવારો ને ધ્યાન માં રાખતા  યાત્રીઓ ની માંગ અને તેમની સુવિધા માટે 17 ઓક્ટોબર 2020 થી અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ડબલ ડેકર એસી સ્પેશિયલ ટ્રેન સપ્તાહ માં રવિવાર ને છોડીને છ દિવસ ચલાવવામાં આવશે. આ ટ્રેન ઉક્ત તારીખ થી આગળ ની સૂચના સુધી ચાલશે.    મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા ના જણાવ્યા અનુસાર 17 ઓક્ટોબર 2020 થી આગલી સૂચના સુધી રવિવાર છોડીને  ટ્રેન સંખ્યા 02932 અમદાવાદ- મુંબઇ સેન્ટ્રલ એસી એક્સપ્રેસ સ્પેશિયલ 17 ઓક્ટોબર 2020 થી  6:00 વાગ્યે અમદાવાદ થી ચાલશે અને મુંબઇ સેન્ટ્રલ 13:00 વાગ્યે પહોંચશે. વાપસી માં ટ્રેન સંખ્યા

 ટ્રેન સંખ્યા 02931 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ડબલડેકર એસી એક્સપ્રેસ સ્પેશિયલ 14:20 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ થી ચાલશે અને 21:40 વાગ્યે અમદાવાદ પહોંચશે.યાત્રા દરમિયાન બંને દિશાઓમાં આ ટ્રેન બોરીવલી,વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ અને નડિયાદ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેન માં એસી ચેર કાર કોચ રહેશે. આ સ્પેશિયલ ટ્રેન નું રિઝર્વેશન નોમિનેટેડ યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા IRCTC ની વેબસાઈટ પર તારીખ 15 ઓક્ટોબર 2020 થઈ પ્રારંભ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *