મુંબઈમાં ભારે વરસાદને પગલે જન જીવન ખોરવાયું.

મહારાષ્ટ્રના મુંબઈમાં મૂશળધાર વરસાદ પડતો રહ્યો જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પર પાણી ભરાઈ ગયા. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયાં. રસ્તાથી લઈને રેલના પાટા ચારેબાજુ પાણી પાણી જોવા મળ્યુ છે.

મહારાષ્ટ્રના મુંબઈમાં મૂશળધાર વરસાદ પડતો રહ્યો જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પર પાણી ભરાઈ ગયા. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયાં. રસ્તાથી લઈને રેલના પાટા ચારેબાજુ પાણી પાણી જોવા મળ્યુ છે. લોકલ ટ્રેનો અને બસ સેવાઓ ખોરવાઈ ગઈ છે. રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ફરાયા છે અને તેમા ગાડીઓ ફસાયેલી જોવા મળી રહી છે. મુંબઈના લોખંડવાલા, વીરા દેસાઈ રોડ, અંધેરી, પરેલ સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. લોકો અનેક મુશ્કેલીઓને સામનો કરી રહ્યા છે.

મુંબઈ હાઈકોર્ટે આજે રજા જાહેર કરવી પડી તો ઘણી ટ્રેનોને અધવચ્ચેથી ટર્મિનેટ કરવી પડી. સેંન્ટ્રલ અને હાર્બર લાઈન લોકલ ટ્રેન સેવા બાધિત થઈ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *