જાણો ચક્રવાતોના નામ કેવી રીતે પડે છે ? શું છે એના માપદંડો ?

દુનિયાભરમાં છ પ્રાદેશિક વિશેષ હવામાન કેન્દ્રો (આરએસએમસી) અને પાંચ પ્રાદેશિક ટ્રોપિલ સાયકલોન વોર્નિંગ સેન્ટર્સ (ટીસીડબલ્યુસી)ને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ અને સલાહ જાહેર કરવાની કામગીરી સુપરત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ છ આરએસએમસી પૈકીનું એક છે, જે ડબલ્યુએમઓ/ઇએસસીએપી પેનલ અંતર્ગત 13 સભ્ય દેશોને ઉષ્ણકટિબંધીય ચક્રવાતો અને તોફાનો સાથે સંબંધિત જાણકારીઓ પ્રદાન કરે છે. આ પેનલમાં બાંગ્લાદેશ, ભારત, ઇરાન, માલ્દિવસ, મ્યાન્માર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઇલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને યેમેન સામેલ છે. આરએમએમસી, નવી દિલ્હીને બંગાળની ખાડી (બીઓબી) અને અરબી સમુદ્ર (એએસ) સહિત ઉત્તર હિંદ સમુદ્ર (એનઆઇઓ) પર વિકસતા ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ આપવાની કામગીરી પણ સુપરત કરવામાં આવી છે. ઉષ્ણકટિબંધીયચક્રવાતોનુંનામકરણકરવાથીવૈજ્ઞાનિકસમુદાય, આપત્તિનિવારણવ્યવસ્થાપકો, મીડિયાઅનેસાધારણજનતાનેનીચેનીજાણકારીમળેછે. દરેક અલગ ચક્રવાતની અલગ ઓળખ કરવામાં મદદ. એના આગમન પર અને ઊભું થવા વિશે જાગૃતિ લાવવામાં. કોઈ વિસ્તાર પર એકસાથે વધારે ચક્રવાતો ઊભા થવાની સ્થિતિમાં મૂંઝવણ દૂર કરવામાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને સરળતાપૂર્વક યાદ રાખવામાં બહોળા સમુદાયને ઝડપથી અને અસરકારક રીતે ચેતવણીઓ આપવામાં સભ્ય દેશો વચ્ચે લાંબી ચર્ચાવિચારણા પછી ઉત્તર હિંદ સમુદ્રો પર સપ્ટેમ્બર, 2004થી  ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને નામ આપવાની શરૂઆત થઈ હતી. આ યાદીમાં WMO/ESCAP એસસીએપીના આઠ સભ્ય દેશો  બાંગ્લાદેશ, ભારત, માલ્દિવ્સ, મ્યાન્માર,  ઓમાન, પાકિસ્તાન,  શ્રીલંકા અને થાઇલેન્ડ દ્વારા સૂચિત નામો સામેલ છે. આ યાદીમાંથી છેલ્લું નામ (એમ્ફાન) સિવાય લગભગ તમામ નામોનો અત્યાર સુધી ઉપયોગ થયો છે. પીટીસી…

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં તાઉ’તે વાવાઝોડાની તૈયારી સંદર્ભે વિડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ.

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં તાઉ’તે વાવાઝોડાની તૈયારી અને તેની સમિક્ષા માટે આજે નવી દિલ્હીથી…