માણસે નિયમ તોડ્યો અને ગણપતિ બાપા જાણે જાતે જ પોલીસ પાસે નિયમ તોડનારાઓને લઈ ગયા.

બે ફૂટ ઉપરની મૂર્તિની મંજૂરી નહિ હોવા છતાંય 5 ફૂટની મૂર્તિ આયોજકો લઇને જતાં આયોજકોને પોલીસે અટકાવીને પૂછપરછ કરતાં મૂર્તિ બે ફૂટ કરતાં ઊંચી હોવાનું સામે આવતાં જ સુરત શહેર પોલીસે નિયમાનુસાર કાર્યવાહી કરી હતી. અને સ્થાપના પહેલા ભગવાન ગણેશ પણ આયોજકો સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા.

કોરોના મહામારી વચ્ચે આ ર્ષે જાહેરમાં થનારા તમામ તહેવાર પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે આવતીકાલથી શરૂ થનાર ગણેશ ઉત્સવ માટે સુરત પોલીસે ખાસ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં આ વર્ષે સુરતમાં ગણેશ આયોજકો દ્વારા બે ફૂટ કરતા મોટી મૂર્તિની સ્થાપના કરવાની નથી અને તેમાં પણ માટીની મૂર્તિ અને તેનું વિસર્જન સોસાયટી કે ઘરમાં જ કરવાનું રહેશે.

પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, આવતીકાલથી ગણેશજીની સ્થાપના થશે અને 1 સપ્ટેમ્બરના રોજ વિસર્જન થશે. આ દિવસો દરમિયાન પોલીસ કમિશનર કચેરી ખાતેથી જાહેરનામું બહાર પડાયું છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લોકો એકઠા ન થાય તે હેતુથી મૂર્તિ સ્થાપન માટે પંડાલ કે મંડપ બનાવશે નહીં.મૂર્તિ વિસર્જન કે શોભાયાત્રા નીકળવા દેવાની મંજૂરી અપાશે નહી.145 જેટલી જુદા જુદા વિસ્તારમાં મિટિંગો કરાઈ છે.મૂર્તિ વિસર્જન ઘરે જ કરવું પડશે. દરિયા કે ઓવારા કે પછી કૃત્રિમ તળાવ કે કેનાલમાં કરી શકાશે. નહીં. અત્યાર સુધીમાં જાહેરનામા ભંગના 28 કેસો કરવામાં આવ્યા છે. જેથી તમામ નાગરિકો તેનું પાલન કરે તે જરૂરી છે.

ઉમરા પોલીસે પાંચ આયોજકોની ધરપકડ કરી છે. આ આયોજકો સરગમ શોપિંગ સેન્ટરમાં પ્રતિમા સ્થાપન કરવાના હતાં. જો કે, પોલીસે મૂર્તિ પણ જપ્ત કરી લીધી છે. જેને પગલે ગણપતિદાદા સીધા જ પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *