રાજ્યના ૨૦૫ જળાશયો પૈકી ૧૦૧ જળાશયો હાઈ એલર્ટ પર.

ચાલુ મોસમનો રાજ્યનો સરેરાશ કુલ વરસાદ ૮૫.૧૪ ટકા નોંધાયો છે.  જેમાં કચ્છ રીજીયનમાં ૧૪૯.૫૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૨.૧૨ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬૫.૮૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૧૭.૧૯ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૮૫.૧૪ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૧૨૭ મીમી એટલે કે પાંચ ઈચ વરસાદ.

રાજ્યમાં થયેલ વરસાદને કારણે રાજ્યના ૨૦૫ જળાશયો ભરાયા છે. સરદાર સરોવર ડેમ આજે ૧૨૧.૫૭ મીટરની સપાટી એ છે. જેમાં કુલ સંગ્રહ ૫૪.૯૯ ટકા જેટલો થયો છે. રાજ્યના ૧૦૧ ડેમ ૯૦ ટકાથી ઉપર ભરાતા હાઈએલર્ટ, ૯ ડેમ ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ અને ૧૪ ડેમ ૭૦ ટકાથી ૮૦ ટકા ભરાતા વોર્નિંગ જાહેર કરવામાં આવ્યા છે. જયારે ૮૧ ડેમમાં ૭૦ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. રાજ્યમાં થઈ રહેલાં વરસાદને પરિણામે ૧૮૬ માર્ગો અસરગ્રસ્ત થયા છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૨૦ અને પંચાયત હસ્તકના ૧૬૬ માર્ગોનો સમાવેશ થાય છે. આ માર્ગો સત્વરે પૂર્વવત થાય એ માટે વહીવટી તંત્ર દ્વારા સક્રીય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *