કેન્દ્ર સરકારે સ્વદેશી માઇક્રો પ્રોસોસર ચેલેન્જ લોન્ચ કરી જે 15 સપ્ટેમ્બર 2021 સુધી ખુલ્લી રહેશે.

આત્મનિર્ભર એપ ભારત ઇનેવેટ ચેલેન્જ પછી કેન્દ્ર સરકારે સ્વદેશી માઇક્રો પ્રોસોસર ચેલેન્જ લોન્ચ કરી છે. આઇટી અને ટેકનોલોજી મંત્રી રવિશંકરપ્રસાદે આ ચેલેન્જ લોન્ચ કરી છે. સ્વદેશી માઇક્રો પ્રોસોસર ચેલેન્જ અંતર્ગત સ્માર્ટ ડિવાઇસ માટે હાર્ડવેરનું નિર્માણ કરવાનું રહેશે.

આ ચેલેન્જ એપ ઇનોવેશન ચેલેન્જ જેવી જ છે. આમાં વિવિધ કંપનીઓ ભાગ લઇ શકશે. 18 ઓગસ્ટથી નોંધણી શરૂ થઇ ચુકી છે . અને 15 સપ્ટેમ્બર 2021 સુધી આ ચેલેન્જ ખુલ્લી રહેશે. 21 જુલાઇ 2020ના રોજ ટોચની 25 ટીમની પસંદગી થશે .

25 વિજેતા ટીમ્સને કુલ બે કરોડ 30 લાખનું ભંડોળ મળશે અને 12 મહિના સુધી સરકારની મદદ પણ મળશે . આ ચેલેન્જ પણ આત્મનિર્ભર ભારતનો એક ભાગ છે. તે અંતર્ગત સર્વેલન્સ,ટ્રાન્સપોર્ટેશન, એન્વાયરમેન્ટ કન્ડિશન મોનિટરિંગ, સ્માર્ટફેન, સ્માર્ટ વોશિંગમશીન સહિતની બાબતો માટે હાર્ડવેરનું નિર્માણ કરવાનું રહેશે. તે ઉપરાંત ડિફેન્સ અને સ્પેસ સેક્ટર માટે પણ હાર્ડવેરનું નિર્માણ કરવાનું રહેશે. આ ચેલેન્જ ઇલેક્ટ્રીકી એન્ડ આઇટી મંત્રાલય, સી-ડેટ,આઇઆઇટી-મદ્રાસ અને આઇઆઇટી મુંબઇના માધ્યમથી સંચાલિત થશે. આઇટી અને ટેકનોલોજી મંત્રી રવિશંકરપ્રસાદે આ ચેલેન્જ લોન્ચ કરતાં જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત મીશનને આગળ વધારવાની દિશામાં આ મહત્વનું પગલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *