સુરતના બે વેપારીઓને ડેબીટ/ક્રેડિટ કાર્ડ ડિટૅલ આપી દેતાં રુપિયા ગુમાવાનો વારો આવ્યો.

કતારગામના વેપારીને ક્રેડીટ કાર્ડની લીમીટ વધારવા માટે જણાવી તેમની પાસે ક્રેડીટ કાર્ડ ની માહિતી  માંગતા વેપારીએ  તેને ક્રેડીટ કાર્ડ નો  નંબર તથા  બીજી માહિતી આપી દીધેલ ત્યારબાદ તેમના મોબાઇલ ફોનમાં SMS દ્વારા બે વાર OTP આવેલ જે પણ ફરી.એ સામેવાળી વ્યકતિને આપી દીધેલ હતા ત્યારબાદ વેપારીના મોબાઇલ ફોનમાં મેસેજ આવેલ જે જોતા ફરી.ના કાર્ડમાંથી રૂ.૪૦૪૦૦/- તથા રૂ.૩૮૮૮૫/- ના બે ટ્રાન્સેકશન થયેલ હોવાનુ જણાયેલ જેથી વેપારીના ક્રેડીટ કાર્ડ ની લીમીટ વધારી આપવાના બહાને તેમના કાર્ડ માંથી કુલ રૂ.૭૯,૨૮૫/- ટ્રાન્સફર કરી લઇ વેપારીને છેતરપિંડીનો ભોગ બનવાનો વારો આવ્યો હતો.

અડજણના વેપારીને મોબાઇલ નં-૯૮૩૨૨-૭૫૬૨૫ ધારકે મોબાઇલ ફોન પર ફોન કરીને,” PAYTM કે.વાય.સી. ઓફીસર બોલ રહા હુ ઓર આપના કે.વાય.સી. સસ્પેન્ડ હો રહા હે તો ફીર આપકો ઓનલાઇન કે.વાય.સી. કરકે દેતા હુ.” તેમ કહીને ફરીયાદીને વિશ્વાસમાં લઇને ફરીયાદીના મોબાઇલ ફોનમાં Quick Support Team Viewer નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવીને તેના આધારે આઇ.સી.આઇ.સી.આઇ બેંકના એકાઉન્ટનુ ડેબીટકાર્ડ તથા એચ.ડી.એફ.સી. બેંકના ક્રેડિટ કાર્ડ નો પાસવર્ડ (પીન નંબર) ગમે તેમ મેળવી ફરીયાદીની પરવાનગી વગર ઉપરોક્ત બંને એકાઉન્ટમાંથી ૭,૫૯૯/- તથા ૭,૫૯૯/- ઓનલાઇન ઉપાડીને તેમજ રુપિયા-૯૮,૨૬૧/- તથા ૯૮,૨૬૧/- તેના LOCON SOLUTIONS PRIVAT નામના એકાઉન્ટમાં ઓનલાઇન ઉપાડી/ટ્રાન્સફર કરીને ફરીયાદી સાથે કુલ્લે ૨,૧૧,૭૨૦/- ની છેતરપીડી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *