ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારો-લોકોને વતનમાં ગણેશ ચતુર્થી મનાવવા જવા ખાસ સુવિધા

પ્રવર્તમાન કોરોના કોવિડ-19 વાયરસ સંક્રમણની સ્થિતીમાં સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમો-માર્ગદર્શીકાઓના ચુસ્તપણે અનુપાલન સાથે આ ટ્રેનમાં મુસાફરીની અનૂમતિ અપાશે.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ પશ્ચિમ રેલ્વે મુંબઇ દ્વારા કોંકણ પ્રદેશના મુસાફરો માટે ગણેશ ચતુર્થીના તહેવાર દરમ્યાન ખાસ ટ્રેન ચલાવવાની કરેલી માંગણીનો શ્રી વિજયભાઇ રૂપાણીએ સાનુકૂળ પ્રતિસાદ આપ્યો છે.

ગુજરાતમાં વસતા કોંકણ પરિવારો ગણેશ ચતુર્થીનો ઉત્સવ પોતાના વતનમાં જઇને મનાવી શકે તે માટે તા.૧૮ ઓગસ્ટથી આ વિશેષ ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવશે.

આ વિશેષ ટ્રેનની જે ૧ર ટ્રીપને મંજૂરી આપવામાં આવી છે તેમાં તા.૧૮ ઓગસ્ટ અને તા.રપ ઓગસ્ટે અમદાવાદથી કુડલ માટે, તા.ર૧ ઓગસ્ટ અને તા.ર૮ ઓગસ્ટે અમદાવાદથી સાવંતવાડી માટે તેમજ તા.ર૩ ઓગસ્ટ અને તા.૩૦ ઓગસ્ટે વડોદરાથી રત્નાગીરી માટે ટ્રેન દોડાવવામાં આવશે. વળતી મુસાફરીમાં આ વિશેષ ટ્રેન તા.૧૯ અને તા.ર૬ ઓગસ્ટે કુડલથી અમદાવાદ. તા.રર અને તા.ર૯ ઓગસ્ટે સાવંતવાડીથી અમદાવાદ અને તા. ર૪ તેમજ તા.૩૧ ઓગસ્ટે રત્નાગીરીથી વડોદરા આવશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *