રાજકોટમાં શરુ થયું દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર, સુવિધાઓ જોઈને ચોંકી જશો.

રાજકોટમાં દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં બન્યું છે. આ સેન્ટરને શનિવારે ગાંધીનગરથી મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કરી ખુલ્લું મૂક્યું હતું. રાજકોટના અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલા ભારતના પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરનું ઈ-લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી.

આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર કોરોના સંક્રમિત દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારીને તેમને સાજા કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સેન્ટરમાં 5 સ્ટાર હોટલને પણ ટક્કર મારે તેવી સુવિધાઓ છે. 5 સ્ટાર હોટલમાં હોય તેવા બેડ, સોફા, ખુરશીઓ, ટીવી, ટેલિફોન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

કોરોના રોગ સામે જીત મેળવવા દરેક વ્યક્તિએ પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવાની જરર છે. વૈશ્વિક ક્ષેત્રે પ્રસ્થાપિત થયું છે કે, કોરોના જેવી મહામારીમાં યોગ, પ્રાણાયામ, સુર્ય નમસ્કાર જેવી ભારતીય પરંપરા પદ્ધતી ખુબ જ સફળ નિવડી રહી છે. કોરોના વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળા, આયુર્વેદિક દવાઓ પણ ખુબ જ અસરકારક સાબિત થઇ રહી છે. ત્યારે આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર કોરોના સંક્રમિત દર્દીઓને સાજા કરવામાં ખુબ જ મદદરૂપ નીવડશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *