રાજયની કોવિડ 19 અપડેટ.

રાજ્યમાં પાંચ દિવસ કોરોના ટેસ્ટિંગ વધારવામાં આવ્યા બાદ આજે ફરી રાજ્યમાં કોરોનાના દરરોજ થતાં ટેસ્ટનો આંકડો 50 હજારની નીચે ગયો છે. આજે રાજ્યમાં 45540 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 1358364 ટેસ્ટ થયા છે.

ગત 24 કલાકમાં રાજ્યમાં નવા 1033 કેસ સામે આવ્યા છે અને 15 દર્દીના મૃત્યુ થયા છે, તો 1083 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કેસનો આંકડો 79816એ પહોંચ્યો છે, જ્યારે મૃત્યુઆંક 2802 થયો છે. અત્યારસુધીમાં કુલ 62567 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં હાલ 14435 એક્ટિવ કેસમાંથી 69 વેન્ટિલેટર પર છે જ્યારે 14366 દર્દીની હાલત સ્થિર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *