નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં તૈયાર થઈ રહેલી ૮૦૦ બેડની કોવિડ-૧૯ હોસ્પિટલનું કામ અંતિમ તબક્કામાં,

રાજય સરકારે કોરોના સંક્રમણને રોકવા દર્દીઓને બેડ-વેન્ટીલેટર સહિતની સારવાર-સુવિધાઓ ઝડપી મળી રહે તે માટે સકારાત્મક પગલાઓ લીધા છે. સુરત શહેરમાં કોરોના સંક્રમણને ધ્યાને લઈ મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ કોરોના દર્દીઓ માટે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કિડની હોસ્પિટલ બિલ્ડીંગ ખાતે ૮૦૦ બેડની કોવિડ-૧૯ હોસ્પિટલનું કામ જિલ્લા વહીવટીતંત્રના અથાગ પ્રયાસોથકી ૪૩ દિવસમાં ૯૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રીએ તા.૪થી જુલાઈની સુરતની મુલાકાત દરમિયાન ૧૦૦ કરોડના ખર્ચે બે અદ્યતન હોસ્પિટલો બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં પ્રથમ તબક્કે સ્ટેમસેલ બિલ્ડીંગ ખાતે ૧૦૦૦ બેડની કોવિડ-૧૯ હોસ્પિટલ ૧૫ દિવસના ટુંકાગાળામાં તૈયાર કરવામાં આવી હતી. જયારે કિડની હોસ્પિટલના બિલ્ડીંગ ખાતે ૮૦૦ બેડની કોવિડ હોસ્પિટલનું કાર્ય તા.૫મી જુલાઇએ શરૂ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *