રાજય સરકારની કોવિડ 19 યાદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટેસ્ટ વધારવા ટકોર બાદ ગુજરાતમા ઉત્તરોત્તર કોરોના ટેસ્ટમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આજે રાજ્યમાં 51217 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1262264 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કોરોનાની અપડેટ વિગતો જોઇએ તો રાજ્યમાં ગત 24 કલાકમાં 1094 નવા કેસ નોંધાયા છે અને 19 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે 1015 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કેસનો આંકડો 77663એ પહોંચ્યો છે અને મૃત્યુઆંક 2767 થયો છે. તો કુલ 60537 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં હાલ 14395 એક્ટિવ કેસ છે, જેમાંથી 76 વેન્ટિલેટર પર છે અને 14283 દર્દીની હાલત સ્થિર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *