કેન્દ્ર સરકારે કોવિડ-19 આર્થિક પેકેજના બીજા હપ્તા તરીકે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને રૂપિયા 890.32 કરોડ આપ્યા

ભારત સરકારે કોવિડ-19 તાત્કાલિક પ્રતિક્રિયા અને આરોગ્ય તંત્રની તૈયારીઓના પેકેજના બીજા હપતા તરીકે 22 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને રૂ. 890.32 કરોડ આપ્યા છે. આમાં છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ગોવા, ગુજરાત, કર્ણાટક, કેરળ, પંજાબ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, દાદરા અને નગર હવેલી તેમજ દીવ અને દમણ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમનો સમાવેશ થાય છે. આ રકમ દરેક રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કેસોના ભારતના આધારે આર્થિક સહાય પેટે આપવામાં આવી છે.

બીજા હપતા તરીકેની આર્થિક સહાય દર્દીઓના પરીક્ષણ માટે જાહેર આરોગ્ય સુવિધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી ઉપયોગમાં લેવામાં આવશે. જેમાં RT-PCR મશીનો, RNA એક્સટ્રેક્શન કિટ્સ, TRUNAT અને CBNAAT મશીનો અને BSL-II કેબિનેટ વગેરેની ખરીદી; સારવાર માટે જાહેર આરોગ્ય સુવિધાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનાવવું અને ICU બેડ વિકસાવવા; જાહેર આરોગ્ય સુવિધાઓ ખાતે ઓક્સિજન જનરેટર, ક્રાયોજિનિક ઓક્સિજન ટેન્ક અને મેડિકલ ગેસ પાઇપલાઇન લગાવવાની કામગીરી અને પથારીની બાજુમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ વગેરેની ખરીદી; અને જરૂરી માનવ સંસાધનો સાથે જોડાણ, તાલીમ અને ક્ષમતા નિર્માણ તેમજ ASHA સહિત કોવિડની ફરજો માટે નિયુક્ત કરવામાં આવેલા આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને સ્વંયસેવકો માટે વિવિધ પહેલ વગેરે પણ સામેલ છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે કોવિડ યોદ્ધા પોર્ટલ પર નોંધણી કરવામાં આવેલા સ્વયંસેવકોને પણ કોવિડ સંબંધિત ફરજોમાં નિયુક્ત કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *