અમદાવાદ શ્રેય હોસ્પિટલ આગ દુર્ઘટના -પ્રત્યેક મૃતકોના વારસને 4 લાખ રૂપિયાની સહાય-ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશો આપ્યા.તેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇ.એ.એસ અધિકારી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતાસિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પૂરીની નિયુક્તિ કરી છે.મુખ્યમંત્રીશ્રીએ તેમને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવા સહિતનો અહેવાલ રાજ્ય સરકારને આપવા સૂચનાઓ પણ આપી છે.


પ્રત્યેક મૃતકના વારસદારને મુખ્યમંત્રી રાહત નીધિમાંથી ૪ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.મુખ્યમંત્રીશ્રીએ આ ઘટનામાં ઇજા પામેલા ઈજાગ્રસ્તોને ૫૦ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *