ભારતીયોના વિરોધને પગલે IPL – 2020 માંથી ચાઈનીઝ કંપનીને જાકારો.

BCCI અને Vivo મોબાઈલએ IPL 2020 માટેના બિઝનેસ કરારનો અંત આણ્યો. ચીનની મોબાઇલ કંપની વિવોએ આઇપીએલની વર્તમાન સિઝનના ટાઈટલ સ્પોન્સરમાંથી ત્યારે ખસી જવાનો વારો આવ્યો જ્યારે ભારતના વિવિધ સંગઠનો અને નાગરિકોએ ચીની કંપની સાથેના કરારને વખોડવાની સાથે વિરોધ શરુ કર્યો હતો. 2017 થી ટાઈટલ સ્પોંસર રહેલી વિવો મોબાઈલ કંપની દર વર્ષે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને તેના માટે 440 કરોડ રૂપિયા ચૂકવતી હતી. આજે BCCI અને Vivo મોબાઈલએ સત્તાવાર રીતે પોતાના પાર્ટનરશીપનો અંત આણ્યો હતો.

વિવો સાથે કરાર ચાલુ રાખવાને કારણે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે સંકળાયેલા સ્વદેશી જાગરણ મંચ સહિત અનેક લોકોએ BCCIના નિર્ણયની ટીકા કરી હતી. ગલવાન ખીણમાં 15 જૂને ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. ત્યાર બાદથી ચીનની કંપનીઓની ટીકા થઈ રહી છે. અનેક ચાઈનીઝ એપ પર ભારત સરકારે પ્રતિબંધ પણ મુકયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *