અમદાવાદની હોસ્પિટલમાં લાગેલ આગ સંદર્ભે શંકરસિંહ વાઘેલાની સૂચક ટકોર.

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અડધી રાતે લાગેલ આગને પગલે હવે અમદાવાદ તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે. સુરતની તક્ષશિલા કાંડની યાદ અપાવતાં આજના અગ્નિકાંડમાં સ્વસ્થ થઈને જીવન મેળવવા માટૅ સારવાર લેવા ગયેલા કમભાગી 8 દર્દીઓનો ભોગ લેવાયો હતો ત્યારે હવે તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક ટ્વીટ કરીને સૂચક ટકોર કરી છે.

શંકરસિંહ બાપુની ઉપરોકત ટ્વીટે નવી ચર્ચાનો આરંભ કરાવ્યો છે. બાપુ ટ્વીટમાં કહે છે કે

” અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ફાયર ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ અધિકારીઓની ભરતી નથી થઈ અને જે પરિક્ષા પાસ કરી ચૂક્યા છે તેમની હજુ સુધી નિયુક્તિ નથી થઈ પછી તો રામ ભરોસે જ તંત્ર ચાલેને! મુખ્યમંત્રી અને રાજ્યપાલના કહ્યા છતાં નિયુક્તિ ના કરવામાં આવે તો પછી શું કહેવું ?”

બાપુએ સરકારશ્રીના જૂના પત્ર વ્યવહારની નકલો પોસ્ટમાં મૂકતાં સરકારી બાબુઓની કામગીરી સામે પ્રશ્નો ઊભા થવા પામ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *