ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરીનું કાયદા રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન.

આજે કર્મયોગી ભવન, ગાંધીનગર ખાતે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરીનું કાયદા રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં કાયદા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉદ્દઘાટન કર્યુ હતું.

ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની યાદીમાં જણાવ્યાં મુજબ CRPCની કલમ ૨૫-એ ના (૫) અને (૬) અનુસાર હવેથી આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર, પબ્લીક પ્રોસિક્યુટર, એડિશનલ પબ્લીક પ્રોસિક્યુટર, ખાસ પબ્લીક પ્રોસિક્યુટર વિગેરે તમામ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનના નિયંત્રણ હેઠળ ફરજ બજાવશે. ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશન એ પ્રોસિક્યુશનને સંબંધી તમામ કામગીરી જેવી કે ચાર્જ શીટ જેવી કામગીરી ઉપર દેખરેખ-નિયંત્રણ રાખશે. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કાયદા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ ખાતાના વડા તરીકે કાર્યરત રહેશે.

ડાયરેકટર ઓફ પ્રોસીકયુશન શબ્દનો ઉલ્લેખ ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ રપ(એ)માં કરવામાં આવેલ છે. જેનો ડીક્ષનરી અર્થ “એવી વ્યક્તિ કે જે પોલીસને કોર્ટ સમક્ષ કેસ ચલાવવામાં સલાહ આપી શકે.” આમ, આ શબ્દનો બહુ વિશાળ અર્થ થાય છે. હાલની સરકારનો પ્રજાભિમુખ વહીવટનો ઉદ્દેશ રહેલો છે  અને તેમાં કાયદાની અને દંડની ઉચિત જોગવાઇને સક્ષમ બનાવવાનો અભિગમ રહેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *