ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે આજે 4 મેડલ જીતતા ભારતમાં ખુશીનો માહોલ.

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે. શૂટર અવની લેખારાએ ભારતને 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. જેવલિન થ્રોમાં ભારતે 2 મેડલ જીતી પોતાના નામે કર્યા છે. દેવેન્દ્રએ સિલ્વર અને સુંદરસિંહ ગુર્જરે કાંસ્ય પદક જીત્યો છે. દેવેન્દ્રએ 64.35 મી. થ્રો કરી સિલ્વર મેડલ જીત્યો અને સુંદરે 64.01 મી. થ્રો કરી કાંસ્ય પદક હાંસલ કર્યો છે. ડિસ્ક થ્રોમાં ભારતે ખુબ જ સરસ પ્રદર્શન બતાવી સિલ્વર મેડલ જીત્યો છે. ભારતના યોગેશ કઠુનિયાએ ડિસ્ક થ્રોમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. ડિસ્ક થ્રો F56 ઇવેન્ટમાં ભારતે સિલ્વર જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. યુગેશે 44.38 મી. થ્રો ફેકી સિલ્વર મેડલ જીત્યો છે. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે કુલ 7 મેડલ જીત્યા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *