માસ્ક ન પહેરનાર જ માસ્ક ન પહેરવાનો દંડ કરી રહ્યા છે. વિડીયો વાયરલ.

માસ્ક ન પહેરનાર જ માસ્ક ન પહેરવાનો દંડ કરી રહ્યા છે. કથિત રીતે ભાવનગરના વરતેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI નો વિડીયો વાયરલ જેમાં વગર માસ્કે લોકોને ફટકારી રહ્યા છે દંડ. ₹ 500 નો દંડ માસ્ક વગરના લોકોને ફટકારી રહ્યા છે પોતે વિડીયોમાં માસ્ક વગર ના નજરે ચડે છે. ગુજરાત સરકારે ભૂતકાળમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને જો વાહનમાં એકથી વધુ લોકો બેઠાં હોય તો માસ્ક પહેરવું અનિવાર્ય છે. સરકારે તો એવો પણ નિયમ બનાવ્યો છે કે જો તમે એકલા હોવ તો માસ્ક ન પહેરો તો ચાલે પણ જો કોઈ પોલીસ અધિકારી વાહન અટ્કાવીને વાત કરે ત્યારે પણ માસ્ક પહેરવું અનિવાર્ય છે. ત્યારે અંહિ તો બન્ને નિયમોનો છેદ ઉડતો હોવાનું દેખાય છે. ખરેખર પ્રજા માટે નિયમો અલગ અને અમલ કરાવનાર અમલદારો માટે અલગ ? વિડીયોમાં બેઠેલ પોલીસકર્મી માસ્ક ન પહેરવાની સાથે જેને ફરિયાદ કરવી હોય એને કરી દેવાની પણ રોફ જમાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *