કેબિનેટ નિર્ણય: શેરડીના ભાવ વધારીને રુ. 290 કરાયા, ઇથેનોલના ઉત્પાદનમાં પણ વધારો

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં  કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ અંગેની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયેલે જણાવ્યું હતું કે આજે કેબિનેટમાં શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે ખૂબ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ફેર એન્ડ રેમ્યુનેટીવ પ્રાઇઝ વધારીને રુપિયા 290 કરવામાં આવી છે. જેમાં જુના ભાવ કરતા સાડા નવ ટકા વધારે છે. તો સરકારે શેરડીના એક્સપોર્ટ માટેની સુવિદ્યા પણ આપી છે. ખેડૂતોને તેમના કુલ ખર્ચના 87 ટકા વળતર મળશે.  સાથે સાથે શેરડીના ઉત્પાદનની સાથે સાથે ઇથેનોલનું ઉત્પાદન પણ વધારવામાં આવશે. જેમાં  હાલ પેટ્રોલમાં સાત ટકા ઇથેનોલનું બ્લેન્ડીંગ કરવામાં આવે છે. જે આવનારા સમયમાં વધારીને 20 ટકા સુધી કરવામાં આવશે. જેથી ઇથેનોલનું ઉત્પાદન વધતા ખેડૂતોની આવકમાં વધારો થશે.   

કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયેલે ઉમેર્યુ હતું કે પહેલા ખેડૂતોનો તેમના નાણાનું વળતર મળતા વર્ષો નીકળી જતા હતા. પાછલા વર્ષની વાત કરીએ તો 90 હજાર કરોડ રુપિયાની સામે 86 હજાર કરોડ રુપિયાની ચુકવણી થઇ ચુકી છે. જો કે નરેન્દ્ર મોદીએ આ પ્રક્રિયાને સરળ બનાવતા હવે ખેડૂતોને તેમના નાણાં સમયસર મળી રહ્યા છે. સરકારના નિર્ણયથી દેશના પાંચ કરોડ ખેડૂતોને  ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *