મુંબઈ પોલીસે જેમ્સ બોન્ડની થીમ પર પરફોર્મ કરતાં લોકોએ વાહવાહ કરી હતી.

 મુંબઈ પોલીસે જેમ્સ બોન્ડની થીમ પર પરફોર્મ કરતાં લોકોએ વાહવાહ કરી હતી. આમ પણ પોતાની ક્રિએટીવ સ્ટાઈલને કારણે મુંબઈ પોલીસ હંમેશા ટ્રાફિકને લગતાં કામો કરતી રહે છે. મુંબઈ પોલીસની વિવિધ કામગીરીઓની વચ્ચે એક વિડીયો એવો પણ આવ્યો જેના કારણે તમે પણ મુંબઈ પોલીસના ફેન થઈ જશો. વાસ્તવમાં બન્યું એવું કે મુંબઈ પોલીસના બેંડનો એક વિડીયોની લિંઅ ટ્વીટર પર શેર કરવામાં આવી. જેમાં જેમ્સ બોન્ડની પ્રખ્યાત સિગ્નેચર ટ્યુન વગાડ્વામાં આવી. 

મુંબઈ પોલીસે એક વિડીયો શેર કર્યો છે, જેમાં જોવા મળે છે કે પોલીસ બેન્ડ, ખાકી સ્ટુડિયો  મોંટી નોર્મન ની ‘જેમ્સ બોન્ડ થીમ’ વગાડી રહ્યા છે. આ વિડીયો ટ્વિટર અને યૂટ્યૂબ પર શેર કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ વિડીયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું કે, ‘બેન્ડ, મુંબઈ પોલીસનું બેન્ડ! તમારી સામે રજૂ કરે છે, ખાકી સ્ટુડિયો (Khaki Studio) – મોન્ટી નોર્મનની જેમ્સ બોન્ડ થીમને શ્રદ્ધાંજલિ’ ઉલ્લેખનીય છે કે, હેડ કોન્સ્ટેબલ ઝમીર શેખ દ્વારા આ થીમ અરેન્જ કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *