સલમાન ખાનને એરપોર્ટ પર અટકાવનાર CISF ઓફિસર સોમનાથ મોહંતીનો મોબાઈલ કોઈએ જપ્ત નહોતો કર્યો.

સલમાન ખાનને એરપોર્ટ પર અટકાવનાર CISF ઓફિસર સોમનાથ મોહંતીનો મોબાઈલ કોઈએ જપ્ત નહોતો કર્યો. CISF તરફથી કહેવાયું છે કે ઓફિસરને વાસ્તવમાં દંડિત નહિ પણ સન્માનિત કરવામાં આવ્યો છે.

હાલમાં જ સોમનાથ મોહંતી એ એરપોર્ટ પર સલમાન ખાનને અટકાવીને લાઈનમાં ઊભા રહેવાનું કહેતાં હોવાનો વિડીયો વાયરલ થયો હતો. અકડીને સ્ટારડમમાં ચાલતાં સલમાન ખાને માસ્ક હટાવીને ઓફિસરને ઓળખ તો આપી પણ ઓફિસરે પણ સલમાનને લાઈનમાં ઊભા રહેવાનું કહેતાં સલમાને પણ નિયમ મુજબ લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું. જો કે બીજા દિવસે સોમનાથ મોહંતીના મોબાઈલને જ્પ્ત કરી લીધું હોવાના અહેવાલ આવતાં CISF એ ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે સોમનાથ મોહંતી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ઉલ્ટું એમને પુરસ્કૃત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *