“તાઉ તે” વાવાઝોડુ : બુલેટિન-23 (તા. 18 મૅ, 2021) (હવામાન ખાતા દ્વારા ઇસ્યુ થવાનો સમય : સવારે 09: 50 કલાક)

ભારતીય હવામાન ખાતા દ્વારા ધ સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ”તાઉ-તે” સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે સવારે 08:30 કલાકે રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તાર ઉપર કેન્દ્રિત થયેલું છે, જે અમદાવાદથી દક્ષિણપશ્ચિમે 210 કિ.મી., દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં સુરેન્દ્રનગરથી 130 કિલોમીટર જયારે અમરેલીથી પૂર્વે 10 કિલોમીટરના અંતરે સ્થિત છે.
”તાઉ તે” વાવાઝોડું ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં છેલ્લા છ કલાકથી 10 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાની તેના કેન્દ્ર પાસે પવનની ગતિ 105 થી 115 કિ.મી./કલાક રહેશે, આ ઝડપ 125 કિ.મી./કલાક સુધી વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *