તાઉ’તે વાવાઝોડા અંતિમ તૈયારી સંદર્ભે  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં SEOC ,ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાની સમિક્ષા બેઠક યોજાઇ.

મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા દરિયા કિનારાના જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે વાતચીત કરીને અત્યાર સુધીની  કામગીરીની વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા .

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે  ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે  સમીક્ષા બેઠક બોલાવી હતી, જેમાં તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટર્સ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તમામ વિભાગોના અધિકારીઓ અને કલેક્ટરોને મહત્વની સૂચનાઓ આપી હતી.

 આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ,મહેસુલ  અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, અધિક મુખ્ય  સચિવશ્રી સુનયના તોમર ,આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રી જયંતી રવિ, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર,સનદી અધિકારીશ્રી રાજકુમાર બેનિવાલ, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે  તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *