કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં તાઉ’તે વાવાઝોડાની તૈયારી સંદર્ભે વિડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ.

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં તાઉ’તે વાવાઝોડાની તૈયારી અને તેની સમિક્ષા માટે આજે નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી.  જેમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ભાવનગર  કલેકટર કચેરી ખાતેથી તેમજ  મહારાષ્ટ્ર મુખ્યમંત્રીશ્રી ઉદ્ધવ ઠાકરે અને દિવ દમણના  પ્રશાસક શ્રી પ્રફુલભાઇ પટેલ  સહિત ઉચ્ચ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના  માધ્યમથી જોડાયા હતા .
કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રીએ તાઉ’તે  વાવાઝોડાથી પ્રભાવિત થનાર રાજ્યો સાથે વહીવટી તંત્રની તૈયારીઓની સમિક્ષા કરીને સ્ટેન્ડબાય રહેવા જરૂરી સૂચનાઓ આપી હતી. 
બેઠકમાં શિક્ષણ રાજ્યમંત્રી શ્રી વિભાવરીબહેન દવે, ,મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે.કેલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવશ્રી જયંતિ રવિ, જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા, મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ.એ. ગાંધી, જિલ્લા પોલીસ વડાશ્રી જયપાલસિંહ રાઠૌર ઉપસ્થિત  રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *