ફેસબુક અને ટ્વીટરે અમેરિકન રાષ્ટ્રપતિની પોસ્ટને ડિલીટ કરી દાખલો બેસાડ્યો.

સતત વિવાદમાં રહેવા ટૅવાયેલા અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ ફરી ચર્ચામાં આવ્યા છે. ફેસબુકે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમની એક પોસ્ટ ડિલીટ કરી છે. જે માટૅ ફેસબુકનું કહેવું છે કે કોરોના વાયરસ માટૅ ખોટી માહિતી શેર કરવામાં આવી હતી અને તે ફેસબુકની પોલીસી વિરુધ્ધ હોવાથી પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે. એક વિડીયો ક્લીપમાં અમેરિકન રાષ્ટ્રપતિએ એવો દાવો કર્યો હતો કે બાળકો કોરોના વાયરસ સામે પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે.

આ વિડીયો ટ્રંપના એક ઈંટરવ્યુનો એક ભાગ હતો. જેમાં કોરોના સંદર્ભિત ખોટો દાવો કરવામાં આવ્યો હતો.ફેસબુક વડે કોઈ રાષ્ટ્રપતિની પોસ્ટ ડિલીટ મારવાનો આ પહેલો કિસ્સો છે. જો કે વ્હાઈટ હાઉસની પ્રેસ બ્રીફીંગ દરમ્યાન ટ્રમ્પ એવો લૂલો બચાવ કરતાં જોવા મળ્યા જેમાં તેઓ કહેતાં હતાં કે વિડીયો પોસ્ટમાં એમનો મતલબ એ હતો કે બાળકોમાં સ્વસ્થ થવાની ઝડપી ક્ષમતા હોય છે.

બીજી બાજુ ફેસબુકની માફક ટવીટરે પણ ડોનાલ્ડ ટ્રમ્પની આ જ સંદર્ભની પોસ્ટને ડિલીટ મારીને ખોટી માહિતી હોવાની કેફિયત રજૂ કરી પોસ્ટને ડિલીટ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *