જાણો રશિયન વૈકસીન સ્પુટનિકનો એક ડોઝ કેટલામાં પડશે ?

ભારતમાં રશિયાની કોરોના વેક્સીન સ્પૂતનિક-Vના ભાવ આખરે નક્કી થયા છે. (Dose) રાખવામાં આવી છે. આ કિંમતમાં અલગથી પાંચ ટકા જીએસટી (GST) ચાર્જ લગાવવામાં આવશે. આ અંગેની માહિતી હૈદરાબાદની ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝ તરફથી આપવામાં આવી હતી. એવી સંભાવના છે કે સ્થાનીક સપ્લાય શરૂ કરવામાં આવ્યા બાદ વેક્સીનની કિંમતમાં ઘટાડો કરવામાં આવી શકે છે.

હૈદરાબાદમાં સ્પૂતનિક-Vનો શુક્રવારે પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝ તરફથી માહિતી અપાઈ હતી કે સ્પૂતનિક-Vની પ્રથમ બેચ ભારતમાં મે માસની શરુઆતમાં જ આવી હતી. આ વેક્સીનની અસરકારકતા 91.6 ટકા હોવાનું કહેવામાં આવે છે.

સ્પુટનિક વી ની પ્રથમ બેચમાં દોઢ લાખ ડોઝનો સમાવેશ થતો હતો. પ્રોટોકોલ મુજબ, કોઈપણ આયાતી રસીની ચકાસણી પહેલાં લેબમાં કરવામાં આવશે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે રસીની દરેક બેચને પ્રથમ કસોલી ખાતેની સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરી (સીડીએલ) માં પરીક્ષણ કરવામાં આવશે, ત્યારબાદ તેનો ઉપયોગ રાષ્ટ્રીય કોવિડ -19 રસીકરણ કાર્યક્રમમાં થઈ શકે છે. લેબમાં તેની ચકાસણી કરવામાં આવશે કે રસી સલામત, અસરકારક અને અન્ય કોઇ ચેપથી મુક્ત છે.

એકવાર સીડીએલ દ્વારા મંજૂરી મળ્યા પછી, Dr. રેડ્ડીઝ લેબોરેટરીઝ (જેને આ રસી આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે), ફક્ત 100 લોકોને સ્પુટનિક વીની રસીનો ડોઝ આપશે. આ રસીકરણનો સલામતી ડેટા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસકો) ને સુપરત કરવામાં આવશે.

સીડીએસસીઓના નિષ્ણાતો આ ડેટાની સમીક્ષા કરશે અને ત્યારબાદ કંપનીને રસીનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે. કેન્દ્ર સરકારના માર્ગદર્શિકા મુજબ ભારતમાં રસીના ઇમરજન્સી યુઝની મંજૂરી ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (ડીસીજીઆઈ) દ્વારા આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *