સુરત ક્રાઈમ બ્રાંચને મળી સફળતાં. ચીકલીગર ગેંગના પાંચ ઝ્બ્બે.

સણીયા કણદેગામ પાસે આવેલા એક ફાર્મ હાઉસમાં ધાડ પાડવાની પેરવી સાથે ઘાતક હથિયારો સાથે બોલેરો પીકઅપ વાનમાં નીકળેલા પાંચ ચીકલીગરોને સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે ટોળકીનો ભાગવાનો પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો હતો. અને ટોળકીના ૫ સભ્યોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે તેઓની પાસેથી ઘાતક હથિયારો કબજે કર્યા છે. આ આરોપીઓ અગાઉ અનેક ગુનાઓમાં પોલીસનાં હાથે ઝડપાઈ ચુક્યા છે. જો કે આરોપીની ધરપકડથી 8 ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયા છે. ઘરફોડ ચોરી અને વાહનચોરીમાં સંડોવાયેલા કુખ્યાત ચીકલીગર ગેંગના સાગરિતો સણીયા કણદે ગામમાં ખેતરોમાં આવેલા ફાર્મહાઉસમાં લૂંટના ઈરાદે ઘાતક હથિયારો લઈ ફરી રહ્યા હોવાની ડીસીબીના સ્ટાફને બાતમી મળી હતી. 13મીએ સવારે સ્ટાફના માણસો સણીયા કણદેગામે રોડ પર વોચમાં ગોઠવાય ગયા હતા. દરમિયાન રસ્તામાં બોલેરો પીકઅપવાનને સ્ટાફે અટકાવી હતી. અને ચીકલીગર ગેંગે પોલીસને બોલેરો પીકઅપ વાનથી ટક્કર મારી હતી. તેમજ પોલીસની ખાનગી ગાડીને પણ નુકશાન પહોંચાડ્યું હતું. ભાગવાનો પ્રયાસ કરતી ટોળકીની ગાડી ખાણી-પીણીની લારી સાથે ભટકાઈ જતા ચીકલીગર ગેંગના પાંચેય સભ્યો ગાડીમાંથી ઉતરીને પોલીસ સાથે ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. જોકે પોલીસે પણ વળતો જવાબ આપી પાંચેય ગુનેગારોને કાબુમાં લઈ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *