કોવિડ વર્કિંગ ગ્રૂપની ભલામણના આધારે કોવિશીલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર 6-8 સપ્તાહના બદલે 12-16 સપ્તાહ સુધી લંબાવાયુ

ડો. એન કે અરોરાના અધ્યક્ષ સ્થાને રહેલા કોવિડ વર્કિંગ ગ્રૂપ દ્વારા કોવિશીલ્ડ રસીના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનું અંતર 12-16 સપ્તાહનું કરવા ભલામણ કરી હતી. હાલમાં કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનું અંતર 6-8 સપ્તાહનું છે.

રિયલ લાઈફ પુરાવા અને ખાસ કરીને યુકેથી પ્રાપ્ત આવા પુરાવાના આધારે, કોવિડ-19 વર્કિંગ ગ્રૂપે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર વધારીને 12-16 સપ્તાહનું કરવા માટે સહમતી દર્શાવી હતી. જો કે, કોવેક્સિન રસીના અંતરાલમાં કોઈ પરિવર્તન નથી.

કોવિડ વર્કિંગ ગ્રૂપમાં નીચે મુજબના સભ્યો સામેલ છે:

  1. ડો. એન કે અરોરા-ડિરેક્ટર, ઈનક્લેન ટ્રસ્ટ
  2. ડો. રાકેશ અગરવાલ, ડિરેક્ટર અને ડીન, જીઆઈપીએમઈઆર, પુડુચેરી
  3. ડો. ગંગદીપ કંગ, પ્રોફેસર, ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોર
  4. ડો. જે પી મુલ્લિરયાલ, નિવૃત પ્રોફેસર, ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોર
  5. ડો. નવીન ખન્ના, ગ્રૂપ લીડર, ઈન્ટરનેશનલ સેન્ટર ફોર જેનેટિક એન્જિનિયરિંગ એન્ડ બાયોટેકનોલોજી (આઈસીજીઈબી), જેએનયુ, નવી દિલ્હી
  6. ડો. અમુલ્યા પાંડા, ડિરેક્ટર, નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈમ્યુનોલોજી, નવી દિલ્હી
  7. ડો. વી જી સોમાણી, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ), ભારત સરકાર

કોવિડ વર્કિંગ ગ્રૂપ દ્વારા કરાયેલી ભલામણને વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ-19 (એનઈજીવીએસી) માટેના ડો. વી કે પૌલ, સભ્ય (આરોગ્ચ) નીતિ આયોગના નેશનલ એક્સપર્ટ ગ્રૂપ દ્વારા તેની 12 મે, 2021ના રોજ યોજાયેલી બેઠક દરમિયાન સ્વીકારાઈ છે.કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પણ કોવિશીલ્ડ રસીના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનું અંતર 12-16 સપ્તાહ સુધી વધારવા માટેની કોવિડ વર્કિંગ ગ્રૂપની ભલામણને સ્વીકારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *