રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેર કેન્દ્રનું ઉદ્ઘાટન.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા તૈયાર થયેલ 150 બેડની શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેરનું ઉદ્ઘાટન ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને શ્રીમદ્દ રાજચંદ્ર મિશનના સ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.  

શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેરના ઉદ્ઘાટન પ્રસંગે આચાર્યશ્રી દેવવ્રતે જણાવ્યું હતું કે, પ્રાણીમાત્રના કલ્યાણ માટે જીવન સમર્પિત કરનારા સંતો-મહંતોને મન લોક-કલ્યાણ જ સર્વોપરી હોય છે. કોરોના સંક્રમણના આ કપરા કાળમાં સંતો-મહંતો અને ધર્મગુરુઓને યત્કિંચિત્ સહયોગ માટે પોતાનું બહુમૂલ્ય યોગદાન આપવા રાજ્યપાલશ્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી  આગ્રહભરી અપીલ કરી હતી. જે અપીલને માન આપીને શ્રીમદ્દ રાજચંદ્ર મિશનના સ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈના માર્ગદર્શનથી “શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ” નામની નવી 150 બેડની હોસ્પિટલ ઓઝરપાડા ગામ, ધરમપુર તાલુકામાં, અતુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ એક્સિલન્સ, ના સહયોગથી આજરોજ શરૂ કરવામાં આવી છે.

શ્રીમદ્દ રાજચંદ્ર મિશનના ટ્રસ્ટી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોવિડ કેર હોસ્પિટલની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરે આપણી ગ્રામીણ વસતીમાં પગપેસારો કર્યો છે. 150 બેડની આ હોસ્પિટલ આઈ. સી. યુ., ઑક્સીજન સપોર્ટ, વેન્ટિલેટરની સુવિધા તથા કુશળ ડોક્ટરોની ટીમથી સજ્જ છે. જેના કારણે આસપાસના અનેક ગામડાઓનાં દર્દીઓને શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેરની આરોગ્ય સેવાઓ તથા કોવિડ વાયરસ સામે લડવામાં મદદ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *