આપણા દેશ માટૅ મહત્વનું શું ? એઈમ્સ હોસ્પિટલો કે નવું સંસદભવન ?

ભારત સરકારની પ્રાથમિકતા શું જે સાકારિત નથી તે એઈમ્સ કે પછી જે પહેલાથી છે એના સ્થાને નવી બિલ્ડિંગ.

http://pmssy-mohfw.nic.in/ પરથી સાભાર.

ભારત સરકારની પ્રધાનમંત્રી સ્વાસ્થય સુરક્ષા યોજના ની વેબસાઈટ પર વિઝીટ કરો તો પહેલા જ પાને ભારતના 22 એઈમ્સ હોસ્પિટલનો અહેવાલ જોવા મળૅ જેમાં 22 માંથી ફક્ત 6 હાલમાં સંપૂર્ણ રીતે કાર્યરત છે જ્યારે અન્ય નિર્માણાધીન છે.

22 એઈમ્સમાંથી ભોપાલ, ભુવનેશ્વર, જોધપુર, પટના, રાયપુર અને રિષીકેશના એઈમ્સ સંપૂર્ણ રીત કાર્યરત છે તો રાયબરેલી, ગોરખપુર, મંગલગીરી, નાગપુર, ભટિંડા, બીબીનગર અને કલ્યાણી ખાતે માત્ર MBBS ના વર્ગો શરુ થયા છે અને OPD ચાલું છે. જ્યારે મંગલગીરી, નાગપુર, ભટિંડા ખાતે વધુમાં કોવિડ 19 ટ્રીટમેન્ટ માટૅ IPD અને કોવિડ લેબ પણ કાર્યરત છે.

દેવગઢ, બિલાસપુર, ગુવાહાટી, રાજકોટ, સાંબા ( જમ્મુ) એવા એઈમ્સ છે જ્યા ફક્ત MBBS ના વર્ગો જ ચાલું છે. જ્યારે અવંતીપુર( ક્શ્મીર) મનેઠી, મદુરાઈ, દરભંગા(બિહાર)માં કાર્ય પ્રગતિ પર છે.

https://pmssy.nhp.gov.in/pms/ પરથી સાભાર.

ભારત સરકારની જ વેબસાઈટ પ્રમાણે ઉત્તરપ્રદેશના ગોરખપુર અને રાયબરેલીનું એઈમ્સ સેંટર 2019-20 માં જ પૂર્ણ થવાની માહિતી અપાઈ હતી જે હજી સંપૂર્ણ રીતે કાર્યરત નથી થયા તો પશ્ચિમ બંગાળના કલ્યાણી, આંધ્રપ્રદેશના મંગલગીરી, મહારાષ્ટ્રના નાગપુર અને પંજાબના ભંટિડા એઈમ્સ 2020-21 સુધીમાં પૂર્ણ થવાની આશા વ્યકત કરાઈ હતી.

2021-22 માં હિમાચલ પ્રદેશના બિલાસપુર, આસામનું ગુવાહાટી, ઝારખંડનું દેવઘર
2022-23 માં મદુરાઈ, સાંભા, રાજકોટ, બીબીનગર, મનેઠી એઈમ્સ પૂર્ણ કરવાની તો 2024-25 સુધીમાં અવંતીપુરાનું એઈમ્સ પૂર્ણ કરવાની આશા વ્યકત કરી છે.

હવે આવા તબક્કે પ્રશ્ન એ થાય કે શું ખરેખર આ બધા એઈમ્સ મહત્વના છે ? કે સેંન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ ? ભારત તરફથી મદદ માટે મીટ માંડતા દેશો ભારતને મદદ પંહોચાડી રહ્યા છે ત્યારે આપણી સરકાર આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાની જીદ છોડીને કેમ સારવારની સવલતોને પ્રાથમિકતા નથી આપતી ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *