કોરોના વૈકસીનના હરખ વચ્ચે WHO ની સૂચક ટકોર.

રશિયન કોરોના વૈક્સીન પર આખા વિશ્વની નજર ત્યાં વિશ્વ આરોગ્ય સંગઠન WHO ની સૂચક ટકોર કે જાદુઈ ગોળી નહિ હોય કોરોના વૈકસીન. દુનિયાભરના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના વૈક્સીન 100 ટકા પ્રભાવી થવા પર શંકા વ્યકત કરી.

WHO ના મહાનિદેશક ટેડ્રોસ એડહોમ ધેબ્યેયિયસ એ જણાવ્યું કે હજી લાંબી મજલ આપણે સાથે મળીને કાપવાની છે. અમેરિકાના સંક્રામક રોગ નિષ્ણાંત ડો એંથોની સ્ટીફન ફોસીના વરિષ્ઠ સલાહકાર ડેવિડ મારેંસે કહ્યું કે વૈકસીન બનાવવાનો દરેક પ્રયત્ન એક અંધ પરિક્ષણ સમાન હોય છે. જે શરુઆતમાં સારા પરિણામો આપે છે પણ કોઈ ગેરંટી નથી કે છેલ્લાં તબક્કામાં વૈકસીન સફળ થાય. અમે પ્રયત્ન કરીએ છીએ કે એને પ્રથમ પ્રયાસે જ આપણે સફળ થઈ શકશું અને 6 થી 12 મહિનામાં જ આપણી પાસે એક ઉપયોગી વૈકસીન હશે.

અમેરિકાના જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના મિલકેન ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક હેલ્થના વૈશ્વિક આરોગ્યના સહાયક પ્રાધ્યાપક પ્રોફેસર વૈકસીનોલોજીસ્ટ જોન એંડ્રસનું પણ કહેવું છે કે કોરોના વાયરસની રસી આપણે વિચારીએ એટલી સરળ રીતે વિકસિત કરવું શક્ય નથી. એ ખતરનાક સાબિત થશે કે આપણે એ બાબતને ભૂલી જઈએ કે હાલમાં શું કરવાની જરુર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *