આખરે WhatsApp એ નમતું જોખ્યું. કઈ જીદ પડતી મૂકી ?

Whatsapp icon line connection of circuit board Free Photo

સતત વિવાદમાં રહેતી ફેસબુક અને એના નીતિ નિયમો જે સતત ટીકાપાત્ર બનતાં રહે છે તેણે પોતાની પ્રોડકટ WhatsApp માટે નમતું જોખવાનો વારો આવ્યો છે. આખરે કંપનીએ 15 મે સુધીમાં નવી પ્રાઈવસી પોલીસી ન સ્વીકારનાર લોકોના અકાઉંટ ડિલીટ નહિ થાય એવી જાહેરાત કરી છે. નવી પ્રાઈવસી પોલીસી જાહેર કરતાંની સાથે જ કંપની ડેટા સિક્યોરિટીને લઈને ટીકાનો સામનો કરી રહી છે.

Whats App ના પ્રવકતાએ ન્યુઝ એજન્સીને માહિતી આપતાં કહ્યું હતું કે નવી પોલીસી જે લોકો સ્વીકાર નહિ કરે તેમનો અકાઉંટ ડિલીટ નહિ થાય. પ્રવકતાએ એજંસીના ઈમેઈલના જવાબમાં કહ્યું કે ” આ અપડેટ ના કારણે 15 મે પછી કોઈના અકાઉંટ બંધ નહિ થાય અને ભારતમાં કોઈના પણ WhatsApp ફંકશન કરવાનું બંધ નહિ કરે. અમે આવનારા ઘણા અઠ્વાડિયા સુધી આ માટે લોકોને રિમાઈંડર આપીશું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *