હોળી-ધુળેટીના તહેવારોને ધ્યાને લેતા જિલ્લામાં શાંતિ અને સલામતી માટે જાહેરનામું;જાણો કયા કૃત્યો પર પ્રતિબંધ રહેશે ?

સુરતઃગુરુવારઃ- આગામી હોળી તથા ધુળેટીના તહેવારોને ધ્યાને લેતા રંગ છાટવા બાબતે જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઇ રહે તથા કોમી એખલાસભર્યો માહોલ જળવાઇ રહે, તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરકરાર રહે તે માટે સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ.ડી.વસાવાએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જે અનુસાર સમગ્ર સુરત શહેર સિવાયના સુરત(ગ્રામ્ય) વિસ્તારમાં હથિયારબંધી ફરમાવી, સુરૂચીનો ભંગ થાય તેવા કોઇ પણ કૃત્ય કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લેતા હોળીના તહેવારતહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે. હોળીની પ્રદક્ષિણા સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. પરંતુ હોળી દહનના કાર્યક્રમકાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ન થાય અને કોરોના સંબંધમાં પ્રવર્તમાન ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે. ધુળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામુહિક કાર્યક્રમનું આયોજન કરી શકાશે નહી. આ હુકમ તા.૨૫/૦૩/૨૦૨૧ થી તા.૩/૪/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે સરકારી કામકાજ અર્થે ફરજના ભાગરૂપે હથિયાર લઈ જઈ શકાશે. અન્યથા આ હુકમનો ભંગ કે ઉલ્લધંન કરનાર શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *