જાણો ગુજરાતના કયા મંદિરમાં કઈ તારીખોએ દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો ? સાથે શું અપીલ કરી ?

શ્રી દ્વારકાધીશ મંદિર – દ્વારકામાં આગામી તા.૨૭-૨૮-૨૯- માર્ચ, ૨૦૨૧ દરમ્યાન કુલડોલ/હોળી ઉત્સવ ઉજવવામાં આવનાર છે, આ ઉત્સવના દિવસો દરમ્યાન રાજયભરમાંથી પદયાત્રિકો સંધ લઈ દર્શને આવતાં હોય છે.

આ ઉત્સવ દરમ્યાન ચાર થી પાંચ દૈિવસમાં અંદાજીત ૨.૫૦ લાખ યાત્રિકો અવર જવર કરે છે, જેના કારણે મંદિર તથા શહેરમાં સોશિયલ ડીસ્ટન્સ જાળવવામાં અડચણ થાય તેવી શક્યતા છે અને કોરોના વાઇરસના સંક્રમણમાં વધારો થાય તેવી સંભાવના છે. આ તહેવારો દરમ્યાન ડાકોર, ભવનાથ મંદિર, જુનાગઢમાં યાત્રિકોને મંદિરમાં પ્રવેશ બંધ રાખવા જાહેરાત કરેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાને લેતાં શ્રી દ્વારકાધીશ મંદિરમાં હોળી / કુલડોલ ઉત્સવ તા.૨૭ २८-૨૯- માર્ચ, ૨૦૨૧ , જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યાત્રિકોને મંદિરમાં પ્રવેશ બંધ રાખવા નક્કી કરવામાં આવેલ છે. જેની સર્વે યાત્રિકોએ નોંધ લેવી તેમજ દ્વારકા ખાતે આવતા પદયાત્રિક સંઘોને સંઘનું આયોજન ના કરવામાં આવે તેવી વિનંતી છે.

શ્રી દ્વારકાધીશ મંદિરની ઓફિશયલ વેબસાઇટ – www.dwarkadhish.org ઉપર લાઇવ દર્શન સુવિધા ચાલુ છે. જેથી દરેક ભક્તોએ લાઈવ દર્શનનો લાભ લેવા અનુરોધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *