ઝાયડસ કેડિલાએ રેમડેસિવિર દવા માટે પોતાના જેનેરિક વર્ઝનની કિંમતમાં કેટલા રુપિયાનો ઘટાડો કર્યો ?

દવા કંપની ઝાયડસ કેડિલાએ રેમડેસિવિર દવા માટે પોતાના જેનેરિક વર્ઝનની કિંમતમાં ઘટાડો કર્યાની જાહેરાત ટ્વીટ કરીને આપી હતી. કંપની રેમડિસિવિરના જેનેરિક વર્ઝનને રેમડૈક નામથી વેચે છે. કંપનીએ જ્યારે આ દવા લોંચ કરી હતી ત્યારે તેની કિંમત 2800 રૂપિયા હતી જેમાં હવે ઘટાડીને 899 રૂપિયા પ્રતિ 100 એમજી રાખવાનું નક્કી કરાયું છે. ઉલ્લેખનીય છે કે કંપનીએ ઓગસ્ટ 2019માં રેમડૈકને દેશમાં લોન્ચ કરી હતી. આ સમયે ઈન્જેક્શનના રૂપમાં મળી રહેલી 100 એમજીની શીશીની કિંમત 2800 રૂપિયા હતી. ઝાયડસ કેડિલાએ કહ્યું કે રેમડેસિવીર કોરોનાની સારવારમાં એક મહત્વનો દાવો છે. આ પગલાથી એવા મુશ્કેલ સમયમાં દર્દીઓને મદદ મળશે.જ્યારે તેઓ જીવન માટૅ કોવિડ સામે ઝઝુમી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *