25 માર્ચથી અમદાવાદ ડિવિઝનના 13 મોટા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ ₹ 30 મા તથા અન્ય સ્ટેશનો પર ₹ 10 મા મળશે.

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળના મુખ્ય સ્ટેશનો પર મુસાફરોની સંખ્યા મર્યાદિત કરવા માટે હાલમાં કોરોના રોગચાળા અને કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે 13 મોટા સ્ટેશનો માટે પ્લેટફોર્મ ટિકિટ રેટ 25 માર્ચ, 2021 થી ₹ 50 થી ઘટાડીને 30  કરવામાં આવ્યો છે.

 આ માહિતી આપતાં મંડળ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ જણાવ્યું હતું કેકોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવા ડિવિજન દ્વારા લીધેલા નિર્ણય મુજબ 25 માર્ચથી અમદાવાદગાંધીધામપાલનપુરભુજમહેસાણાવિરમગામમણિનગરસામાખ્યાલીપાટણઊંઝા સિદ્ધપુરસાબરમતી (ધર્મનગર) અને સાબરમતી (જેલ તરફ) સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર ₹ 30 રહેશે.  આ સિવાય બાકીના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ રેટ 10 ₹ રહેશે. આ માટે ટિકિટ વિંડો પર સ્ટીકરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે.  મુસાફરોને વર્તમાન રોગચાળાને ધ્યાનમાં રાખીને જરૂરી હોય ત્યારે જ પ્લેટફોર્મમાં પ્રવેશ કરવા વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *