બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી વચ્ચે દોડશે હોળી સ્પેશિયલ ટ્રેન .

આગામી હોળીના તહેવાર નિમિત્તે વધુ સંખ્યામાં મુસાફરોને સમાવવા અને મુસાફરોને સારી સુવિધા મળે તે માટે પશ્ચિમ રેલ્વે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી વચ્ચે સ્પેશિયલ ફેર સાથે હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝા દ્વારા જણાવ્યાં મુજબ આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: –

●   ટ્રેનનંબર 09143/09144 બાંદ્રા (ટી) – ભગતકીકોઠીસુપરફાસ્ટસ્પેશિયલટ્રેનસ્પેશિયલફેરસાથે (2 રાઉન્ડ)

ટ્રેન નંબર 09143 બાન્દ્રા ટર્મિનસ – ભગત કી કોઠી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 25 માર્ચ, 2021 ને ગુરુવારે 21.45 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે 13.15 વાગ્યે ભગત કી કોઠી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09144 ભગત કી કોઠી – બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ભગત કી કોઠીથી 26 માર્ચ, 2021 ને શુક્રવારે 16.25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 07.35 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, પાલનપુર, આબુ રોડ, જવાઈ ડેમ અને પાલી મારવાડ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ટ્રેનમાં એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચ રહેશે.

ટ્રેન નંબર 09143 નું બુકિંગ 23 માર્ચ, 2021 ના ​​રોજ નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો ખાસ ભાડાવાળી સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *