નવા સ્ટ્રેઈનમાં જોવા મળતાં લક્ષણોની ઓળખ તમને મદદરુપ થઈ પડશે.આ સાતમાંથી કોઇપણ ફરિયાદ હોય તો ટેસ્ટ કરાવવો હિતાવહ.

જો તમને આ સાત લક્ષણો દેખાય તો તમારે પહેલા જ ટેસ્ટ કરાવી લેવો જોઇએ. જેમાં હાથ પગની આંગળીઓ ફિક્કી પડવી, માથામાં દુખાવો, પેટમાં દુખાવો થવો, આંખ લાલ થવી, ગળામાં દુખાવો થવો, ઝાડા થવા, ખંજવાળ આવવી આવા લક્ષણો સામેલ છે. શહેરમાં આપણને યુકે અને આફ્રિકન સ્ટ્રેઇન વધારે જોવા મળ્યા છે. આ સ્ટ્રેઇનમાં સંક્રમણ ફેલાવવાની શક્તિ છે તે વધારે છે. આ સાથે ગંભીર રોગની સમસ્યા પણ થાય છે. તેથી આપણે સાવચેતીના પગલા લેવા જોઇએ. આના લક્ષણોમાં પણ ફેરફાર થયો છે જેમકે, પેટમાં દુખવું, શરીર પર ખંજવાળ આવવી, સામાન્ય માથુ દુખતું હોય તો પણ ચોક્કસ ટેસ્ટ કરાવી લેવો જોઇએ. બહારના રાજ્યમાંથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ સાથે તેમને સાત દિવસ હૉમ ક્વૉરન્ટીન થવું પડે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *