મહારાષ્ટ્રનો સરકાર અને અધિકારી વચ્ચેનો વિવાદ પંહોચ્યો સુપ્રીમ કોર્ટ. જાણો કોણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને કેમ ?

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાવેલ આક્ષેપ સંદર્ભે CBI તપાસ થાય તે માટૅ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. સાથે જ મુંબઈ પોલીસ કમિશ્નર પદેથી તેમની થયેલ હકાલપટ્ટીના નિર્ણયને પણ રદ્દ કરવા માટૅ વિનંતી કરી.

શ્રી પરમબિર સિંહ વતી સીનીયર ઍડવોકેટ મુકુલ રોહતગી હાજર થશે.

ઉલ્લેખનીય છે કે પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે વીતેલા દિવસોમાં કમિશ્નર પદેથી તેમની થયેલી હકાલપટ્ટી સંદર્ભે લેટર બોંબ વડે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહની બદલી કરી તેમને સ્થાને હેમંત નાગરાલે મુંબઈ મુંબઈના નવા પોલીસ કમિશનરપદે નિયુક્તી કરાઈ હતી. પરમવીર સિંહનીને હોમગાર્ડની જવાબદારી સોંપાઈ હતી.

એન્ટીલિયા અને સચિન વાઝે કેસમાં મુંહઇના પૂર્વ પોલિસ કમિશ્નર પરમવીર સિંહે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા બાદ રાજકીય ભૂકંપ સર્જાયો હતો. તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખીને કહ્યું હતું કે અનિલ દેશમુખે સચિન વાઝેને દર મહિને 100 કરોડની ઉઘરાણી કરવાનો આદેશ આપ્યો હતો.

પરમવીર સિંહે પત્રમાં લખ્યુ હતું કે અનિલ દેશમુખે સચિન વાઝેને કહ્યું હતું કે મહારાષ્ટ્રના લગભગ 1700 બાર અને અન્ય જગ્યાએથી દર મહિને 3-3 લાખની ઉઘરાણી કરવામાં આવે. જેનાથી લગભગ 50 કરોડ રુપિયા ભેગા થઇ જશે. બાકીના પૈસા અન્ય રસ્તેથી ભેગા કરવાનું કહ્યું હતું. ત્યારે પરમવીર સિંહે આ વાતના સબૂત તરીકે એક ચેટ જાહેર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *