વધારે વળતર મેળવવાના ચક્કરમાં રુપિયા ગુમાવાનો વારો આવ્યો. ગઠિયો રુપિયા લઈને છૂમંતર થઈ ગયો.

યુજી-૨, બીજો માળ વેસ્ટ ફીલ્ડ શોપીંગ સેંટર, સુર્ય કીરણ કોમ્પ્લેક્ષ ઘોડદોડ રોડ ખાતે ઓફિસ નાંખીને બેસેલાં શિવમ શ્રવણ તીવારી તે ગોલ્ડ માઈનના સી.એમ.ડી,મનોજભાઇ જેમણે સરથાણા જકાતનાકા ખાતે રહેતાં વ્યક્તિને “ટ્રેડ ગોલ્ડ માઇન” નામની કંપની બનાવી કંપનીની અલગ અલગ સ્કીમોમા રોકાણ કરવાની લોભામણી સ્કીમો આપી આ સ્કીમોમા રોકાણ કરવાથી રોકાણ પર સારુ એવુ વળતર આપવાનો વિશ્વાસ પણ આપ્યો અને ભરોસો કેળવી લઈને કુલ્લે રૂપીયા ૩,૬૭,૯૮૦/- નુ રોકાણ કરાવી, રોકાણ પર કોઇ વળતર કે રોકાણ પેટે આપેલ પૈસા પરત ન કરી કંપનીની ઓફીસ બંધ કરી નાસી ગયા. આખરે કોઈ ભાળ કે પત્તો ન મળતાં છેતરાયેલ રોકાણકારે ઉમરા પોલીસ સ્ટૅશનમાં ફરિયાદ દાખલ કરી હતી .  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *