સિવિલ હોસ્પિટલ ટ્રાયએન્ગ્યુંલર ફ્લાયઓવર બ્રિજના ચાલુ પ્રોજેક્ટની મુલાકાત અને સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ

રાજકોટને સ્માર્ટ અને વિકાસ તરફ વેગવંતુ બનાવવા હાથ ધરવામાં આવી રહેલા વિવિધ પ્રોજેક્ટમાં શહેરમાં સરળ પરિવહન માટેના પ્રોજેક્ટનો પણ સમાવેશ આથી રહ્યો છે. ટ્રાફિકની સમસ્યાનો ક્રમશઃ ઉકેલ આવે તે માટે શહેરમાં વિવિધ મહત્વપૂર્ણ ટ્રાફિક જંકશન ખાતે અન્ડરબ્રીજ કે ઓવરબ્રિજના પ્રોજેક્ટ આગળ ધપી રહ્યા છે. મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે ગઈકાલે સવારે મહત્વપૂર્ણ બે પ્રોજેક્ટ એવા લક્ષ્મીનગર રેલ્વે અન્ડરબ્રીજ અને આમ્રપાલી રેલ્વે ફાટક ખાતેના અન્ડરબ્રીજ પ્રોજેક્ટની મુલાકાત કર્યા બાદ ગઈકાલે સાંજે ૦૪:૦૦ વાગ્યે અન્ય એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સિવિલ હોસ્પિટલ ટ્રાયએન્ગ્યુંલર ફ્લાયઓવર બ્રિજના ચાલુ પ્રોજેક્ટની મુલાકાત અને સમીક્ષા કરી હતી. આ કામગીરી સમયસર અને ઝડપી પૂર્ણ થાય તે માટે એજન્સી અને કન્સલ્ટન્ટીંગના પ્રતિનિધિશ્રીઓને સુચના આપી હતી. જેમાં મ્યુનિ. કમિશનરશ્રી સાથે નાયબ મ્યુનિ. કમિશનરશ્રી ચેતન નંદાણી, પી.એ. (ટેક.) ટુ શ્રી રસિક રૈયાણી, સિટી એન્જી. શ્રી કે.એસ.ગોહેલ, શ્રી એચ. એમ. કોટક, ડે. એક્સી. એન્જી. શ્રી કુંતેશ મહેતા, શ્રી પટેલીયા, શ્રી મહેશ જોષી, શ્રી એમ. આર. શ્રીવાસ્તવ, આસી. એન્જી. શ્રી ધીરેન કાપડિયા, શ્રી રૂપાપરા ઉપસ્થિત રહ્યા હતા.   

       સિવિલ હોસ્પિટલ ટ્રાયએન્ગ્યુંલર ફ્લાયઓવર બ્રિજના ચાલુ પ્રોજેક્ટની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી સંપૂર્ણ પ્રોજેક્ટના પ્રોગ્રેસીવ રીપોર્ટ નિહાળ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતેનો વિસ્તાર ટ્રાફિક વાળો અને વાહનોની અવર-જવર વાળો હોવાથી સંલગ્ન એજન્સી અને કન્સલ્ટન્ટીંગ પ્રતિનિધિને સર્વિસ રોડ તાત્કાલિક પૂર્ણ કરવા સુચના આપી હતી. ત્યારબાદ કામગીરી સ્થળ પરથી યુટીલીટી સેવા(PGVCL, GSPC, RSCDL, Mobile Operator)ઓ શિફ્ટ કરવા માટે જે-તે સંસ્થા સાથે સંપર્ક કરી તાત્કાલિક શિફ્ટ કરાવવા અને જો અન્ય નવી યુટીલીટી સેવા નાખવાની થતી હોય તો બ્રિજની કામગીરી શરૂ થતા કે પૂર્ણ થતા પહેલા નાખવા પણ સુચના આપવામાં આવી હતી.

       સિવિલ હોસ્પિટલ ટ્રાયએન્ગ્યુંલર ફ્લાયઓવર બ્રિજમાં ફોરલેન ફ્લાય ઓવર બ્રિજ, સર્વિસ રોડની પહોળાઈ ૦૬.૦૦ મીટર બંને બાજુ, બંને તરફ ફૂટપાથની ૦.૯૦ મીટર પહોળાઈ તેમજ જવાહર રોડ, જામનગર રોડ અને કુવાડવા રોડ સાઈડ આવશ્યક બ્રિજની લંબાઈ સાથેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ આ બ્રિજ અંદાજીત ૮૪.૭૧ કરોડમાં બનાવવામાં આવી રહ્યો છે અને જેનો અંદાજીત બે વર્ષની મુદ્દતમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *