પત્થરના ખાંડણી – દસ્તો વેચતી મહિલા PSI બની.જાણો પ્રેરક કિસ્સો.

સોશ્યલ મીડીયા પર એક સ્ટોરી વાયરલ થઈ છે જે જાણીને તમે પણ ચોંકી જશો. વાત છે પોલીસ સબ ઈંસ્પેક્ટર પદ્મશીલા તિરપુડેની. IPS  અધિકારી દિપાંશુ કાબરાએ એક ફોટો શેર કર્યો છે અને દાવો કર્યો છે કે ” પરિસ્થિતિઓ તમારી ઉડાનને થંભાવી નહિ શકે. કિસ્મત ભલે તમારા માથા પર ભારી પત્થર મૂકે પણ તેને સફળતાની સીઢી કેવી રીતે બનાવવું તે ભંડારા, મહારાષ્ટ્રની પદ્મશીલા તિરપુડે પાસેથી શીખવા જેવું છે. પત્થરના ખાંડણી દસ્તો વેચતી પદ્મશીલાએ મહેનત કરી અને MPAC માં પાસ થઈને પુલિસ ઉપનિરીક્ષક બની. આ સંઘર્ષમાં એમના પતિએ એમને પૂરતો સાથ આપ્યો અને શરુઆતના દિવસોમાં પતિ સાથે મજૂરી કરતી હતી. આર્થિક તંગીને કારણે પતિએ નક્કી કર્યુ કે પત્નીને આગળ વધારશે અને પત્નીનું ભણતર પૂરું કરાવશે. ખાંડણી – દસ્તો વેચતી પદ્મશીલાએ ગ્રેજ્યુએશન પૂરું કરીને MPAC પરીક્ષા પાસ કરી અને પુલિસ સબ ઈંસ્પેકટર બની.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *