ગુગલે એની કઈ સર્વિસને તાળાં માર્યા ? જાણી લેશો નહિ તો પસ્તાશો.

ગૂગલે લાંબા સમય પછી ગૂગલ પ્લે મ્યુઝિક બંધ કરવાનું નક્કી કર્યું છે. જો કે, કંપનીએ યુટ્યુબ મ્યુઝિક શરૂ કર્યું ત્યારે જ તે સ્પષ્ટ થઈ શક્યું હતું.ગૂગલ પ્લે મ્યુઝિક 8 વર્ષ પહેલા 2011 માં શરૂ થયું હતું. તેને થોડો સમય બીટામાં રાખવામાં આવ્યો હતો અને તે પછી તેને નવેમ્બર 2011 માં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે ઓગષ્ટમાં ગુગલે કહ્યું હતું કે હવે ગુગલ પ્લે મ્યુઝિક ધીરે ધીરે બંધ કરશે અને ઓક્ટોબર આવી ગયો છે અને કંપનીએ પોતાના વાયદા પ્રમાણે ગુગલ પ્લે મ્યુઝિકને YouTube મ્યુઝિક સાથે રિપ્લેસ કરી રહી છે. હવે ગુગલ પ્લે મ્યુઝિક ઓફિશિયલી શટડાઉન થવા જઈ રહી છે. જેને ઓપન કરતાની સાથે જ ગુગલ પ્લે મ્યુઝિક બંધ કરવાની સૂચના આપવામાં આવી રહી છે. આપનો ગુગલ પ્લે મ્યુઝિકનો ડેટા YouTube મ્યુઝિક પર ટ્રાંસફર કરી શકાશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *