WhatsApp નું નવું ફિચર જે તમને શાંતિ અપાવશે. કોનાથી ? જાણો વિગત.

વોટ્સએપ પર એક નવું અપડેટ આવ્યું છે અને નવા અપડેટ તમારા માટે પણ એક નવું ફીચર લાવ્યા છે. Android અને iOS બંને પર, વપરાશકર્તાઓને ગ્રુપસ અથવા ચેટ્સના મેસેજ નોટિફિકેશનને કાયમ માટે મ્યૂટ કરવાનો વિકલ્પ મળ્યો છે. લગભગ દરેક વપરાશકર્તાના વોટ્સએપમાં ઘણા ગ્રુપસ છે, જે સભ્યો બની રહેવું એ એક પ્રકારની મજબૂરી છે. આવા ગ્રૂપ્સ એ ફેમીલી ગ્રૂપ્સ અને ઓફિશિયલ ગ્રૂપ્સ પણ હોય શકે છે. જેના નોન સ્ટોપ મેસેજ તમને સતત હેરાન કરી નાંખે છે.  જેના સંદેશાઓ તમને ઉપયોગી નથી આવા જૂથો હવે કાયમ માટે મ્યૂટ કરી શકાય છે અને તેમાં આવતા સંદેશાઓની બિનજરૂરી સૂચનાઓ તમને હવે પરેશાન કરશે નહીં.ટૂંક સમયમાં આ ફિચર અંગે અપડેટ આવશે જેને ડાઉનલોડ કરી લેવું હિતાવહ રહેશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *