સુરત સીટી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શહીદ સંભારણા દિન મનાવવામાં આવ્યો.

સુરત સીટી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આજરોજ તા.૨૧.૧૦.૨૦૨૦ ના રોજ ૮.૦૦ કલાકે શહીદ સંભારણા દિન નિમિત્તે પરંપરાગત પરેડ દ્વારા પોલીસ કમિશ્નર શ્રી અજય તોમર તથા અન્ય અધિકારીશ્રી ઓ દ્વારા પોલીસ શહીદો ને  શ્રધ્ધાંજલિ પાઠવવા માં આવી હતી તથા તમામ શહીદો ના નામ નું વાચન કરી સ્મરણ કરવા માં આવ્યું હતું.
        આજ કાર્યક્રમ ના અનુસંધાને સુરત સીટી પોલીસ હેડ ક્વાર્ટર તથા સુરત રક્તદાન એન્ડ રિસર્ચ સેન્ટર ના સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન શિબિર નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ જવાનો તથા શહેરીજનો કુલ મળી ૧૦૧(એક સો એક) વ્યકિતઓએ હોંશભેર રક્તદાન કરી ધન્યતા અનુભવી પોલીસ શહીદો ને અનોખી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.તમામ રક્તદાતાઓ ને પોલીસ હેડ ક્વાર્ટર તથા આવકાર ફાઉન્ડેશન તરફથી નાનકડી ભેટ આપી સન્માનિત  કરવા માં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *