ભારતની પોતીકી ડોક્યુમેંટ સ્કેન કરતી એપ્લીકેશન.

આત્મનિર્ભર ભારતના પ્રયાસને આગળ વધારતા IIT કાનપુરના એલ્યુમનીઓએ બનાવી Kaagaz Scanner એપ #VocalForLocal ને સપોર્ટ કરવા હવે cam scanner એપ્લિકેશનના બદલે વાપરો કાગજ સ્કેનર એપ.

કસ્ટમ વોટરમાર્ક, જાહેરાત વિનાનીજેવી પ્રીમિયમ સુવિધાઓની નિઃશુલ્ક મેળવો, કેમ સ્કેનર્નો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે ભારતીય કાગઝ એપ. ચાલો આપણે કાગઝ સ્કેનર સાથે તમે શું કરી શકો તેના પર એક નજર કરીએ -દસ્તાવેજો સ્કેન કરવા માટૅ, સ્કેન થયેલ કોપીના કલર ડાયમેંશન બદલવા માટે, PDF ફાઈલને તમારી અનુકૂળતા મુજબ જાળવી શકાશે. સ્કેન કર્યા બાદ ઓટો ક્રોપિંગની સગવડ તો ડોક્યુમેંટની બ્રાઈટનેસ વધારવા માટેની સગવડ, જે તે ફાઈલને શેર કરવાની સગવડ, વોટર માર્ક મૂકવાની પણ એમાં સગવડ છે. ભારતની આઠ પ્રમુખ ભાષાઓમાં આ એપ ઉપલબધ છે, હિંદી, અંગ્રેજી, કન્નડ, તેલુગુ, મરાઠી, ગુજરાતી, મલયાલમ અને તમિલ અને વધુમાં વધુ ભાષાઓ સાથે એનું સંયોજન કરાશે. એપમાં જ હાય સિક્યોરીટી એપ લોકની મદદથી ડોક્યુમેંટને સાચવી પણ શકાશે. App Innovation Challenge માં પણ આ એપની નોંધ લેવાઈ હતી. ભારત સરકારના વિવિધ મંત્રાલયોએ પણ આ એપની પ્રંશસા કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *