અરે બાપરે ! 720 માંથી શૂન્ય માર્ક આવતાં વિધાર્થી પંહોચ્યો હાઈકોર્ટમાં .

બોમ્બે હાઈકોર્ટે આજે રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા (NEET) માટે ઉમેદવાર દ્વારા દાખલ કરેલી અરજીમાં સંબંધિત વિભાગોને નોટિસ ફટકારી છે, જેમાં તેણે માંગણી કરી હતી કે પરીક્ષામાં શૂન્ય સ્કોર મેળવ્યા બાદ તેની ઓએમઆર શીટનું મેન્યુઅલ મૂલ્યાંકન કરવા દિશા નિર્દેશો માંગ્યા હતા.હાઈકોર્ટની નાગપુર બેંચના જસ્ટિસ એ.એસ.ચંદુરકર અને એન.બી. સૂર્યવંશીએ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી અને કેન્દ્રીય આરોગ્ય અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયને નોટિસ ફટકારી છે.

વિદ્યાર્થીએ એડવોકેટ અશ્વિન દેશપાંડે દ્વારા અદાલતને વિનંતી કરી છે કે તેઓ NEET OMR શીટ રજૂ કરવા અને મેન્યુઅલી તેનું મૂલ્યાંકન કરવા અધિકારીઓને નિર્દેશ આપે. તેમનો વિવાદ એ આશંકાથી ઉદભવે છે કે ઓએમઆર શીટની ખામીયુક્ત investigation માં તેને 720 માંથી 0 ગુણ આપ્યા છે.

રણ વિજય સિંહ અને અન્ય વિરુદ્ધ ઉત્તરપ્રદેશ રાજ્યના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતાં હાઈકોર્ટે જણાવ્યું હતું કે તે આ મામલે કાયદા પ્રત્યે સભાન છે, અને તેથી પ્રતિવાદીઓનો જવાબ માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *